રશિયાના શહેર પેસ્કોવના એરપોર્ટ પર ડ્રોન હુમલો
Live TV
-
હુમલામાં મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન નાશ પામ્યા
રશિયાના શહેર પેસ્કોવના એરપોર્ટ પર યુક્રેન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. રશિયન મીડિયા અનુસાર આ હુમલામાં રશિયન મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન નાશ પામ્યા હતા.
હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. રશિયાના ગવર્નર મિખાઇલ વેદરનિકોવ દ્વારા હુમલો થયાની પુષ્ટિ કરવામાં આવી છે. રશિયન સૈન્ય સતત ડ્રોનને તોડી પાડવા માટેના પ્રયાસ કરી રહ્યું છે. પેસ્કોવ એરપોર્ટથી તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે અને એરસ્પેસ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
