લાયન એરનું વિમાન ટેકઑફના થોડાક જ સમયમાં થયું દુર્ઘટનાગ્રસ્ત
Live TV
-
લાયન એર વિમાન કંપની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટેની ઇન્ડોનેશિયાની નવી સૌથી મોટી એરલાઇન્સ છે.આ વિમાન JT-610 પ્રકારનું હતું.
ઇન્ડોનેશિયામાં આજે સવારે રાજધાની જકાર્તાથી ઉડાન ભરેલ લાયન એરનું વિમાન થોડાક જ સમયમાં સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.વિમાનમાં 188 મુસાફરો સવાર હતા.લાયન એર વિમાન કંપની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટેની ઇન્ડોનેશિયાની નવી સૌથી મોટી એરલાઇન્સ છે.આ વિમાન JT-610 પ્રકારનું હતું.જેણે સવારે 6:20 કલાકે ઉડાન ભરી હતી અને 7:20 કલાકે લેન્ડ થવાનું હતું.જોકે પ્લેન 6:33 મિનિટે ક્રેશ થયું હતું.આ વિમાનના પાઇલટ ભારતીય મૂળના તથા દિલ્લીના રહેવાસી એકત્રીસ વર્ષીય ભવ્ય સૂનેજા હતા.
