વિશ્વને કોરોના મુક્ત કરવા બ્રિટનમાં દુનિયાનું સૌથી મોટું દવાનું માનવ પરીક્ષણ શરૂ
Live TV
-
કોરોના વાઈરસના કેરથી ઝઝૂમી રહેલી દુનિયાને મુક્ત કરવા માટે ગુરૂવારથી બ્રિટનમાં દુનિયાનું સૌથી મોટું દવાનું માનવ પરીક્ષણ શરૂ થયું છે. બ્રિટનમાં તેજ ગતિથી શરૂ થયેલ આ માનવ પરિક્ષણ પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. વૈજ્ઞાનિકોએ આ પરિક્ષણમાં 80 ટકા સફળતા વ્યક્ત કરી છે. બ્રિટનમાં 165 હોસ્પિટલોમાં આશરે 5 હજાર દર્દીઓને એક મહિના સુધી તેમજ યુરોપ અને અમેરિકામાં પણ અસંખ્ય લોકો પર આજ રીતે પરીક્ષણ કરાશે.
આ મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંક્રામક રોગ વિભાગના પ્રોફેસર પીટર હાર્ડવીએ જણાવ્યું હતું કે, આ દુનિયાનું સૌથી મોટું, માનવ પરીક્ષણ છે. મહત્વપૂર્ણ છે કે, પ્રોફેસર હાર્ડવી આ પહેલા ઈબોલાની દવાનું પરીક્ષણ કરવાનું નેતૃત્વ કરી ચુક્યાં છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 18 હજાર 791 લોકોનાં મોત થયાં છે અને આશરે 1 લાખ 40 હજારથી વધુ લોકો સંક્રમિત છે.
