વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર: કુલ કેસનો આંકડો 1 કરોડ 6 લાખને પાર
Live TV
-
વિશ્વભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે...વિશ્વમાં 1 કરોડ 6 લાખ 53 હજારથી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યાં છે...જ્યારે 5 લાખ 14 હજારથી વધુ લોકોએ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. દુનિયાભરમાં કોરોનાથી સૌથી વધુ અસર ગ્રસ્ત થયેલા અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 1 હજાર 199 લોકોનાં મોત થયાં છે. બ્રાઝિલમાં છેલ્લાં 24 કલાકમાં 46 હજારથી વધુ કેસ નોંધાયા છે...એક જ દિવસમાં 1 હજારથી વધુ લોકોનાં મોતથી દેશમાં કોરોના વાઈરસથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 60 હજારથી વધુ થઈ ગઈ છે..
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કોવિડ-19 સાથે જોડાયેલ એક પ્રસ્તાવને મંજુરી આપી છે...ફ્રાન્સ અને ટ્યૂનિશીયા દ્વારા ડ્રાફ્ટ કરાયેલાં આ પ્રસ્તાવમાં દુનિયાભરમાં કોરોના સંક્રમિતો પ્રત્યેના ભેદભાવને તાત્કાલિક નાબુદ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે...આ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ અને તેમના વિશેષ પ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાનું પણ સમર્થન કરવામાં આવ્યું છે....
