Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 41 લાખને પાર, અમેરિકામાં કોવિડ-19નો સૌથી વધુ કહેર

Live TV

X
  • વિશ્વભરમાં કોવિડ-19ના કેસની સંખ્યાં 41 લાખ 75 હજારને પાર થઈ છે. તો આ મહામારીના કારણે અત્યાર સુધીમાં દુનિયામાં 2 લાખ 85 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે,. વિશ્વભરમાં અમેરિકા સૌથી વધુ પ્રભાવીત થયું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 13 લાખ 47 હજાર 151 કેસ નોંધાઈ ચુક્યાં છે. જ્યારે 80 હજાર 378 લોકો આ જીવલેણ વાઈરસથી મોતને ભેટ્યા છે. 

    આ તરફ સ્પેનમાં પણ 2 લાખ 27 હજાર 436 સંક્રમિત કેસ છે તો મૃતકોની સંખ્યા 26 હજાર 744 પર પહોંચી છે. બ્રિટનમાં 2 લાખ 24 હજાર 332 સંક્રમણના કેસ નોંધાયા છે જેમાંથી 32 હજાર 141 લોકોનાં મૃત્યું થઈ ચુક્યાં છે. તો નેપાળમાં પણ કોવિડ-19ના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. 

    સોમવારે સંક્રમણના નવા 24 કેસ સામે આવ્યાં છે, જેના કારણે દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 134 પર પહોંચી છે. સક્રિય સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જેમાંથી તમામની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં 12 હજારથી વધુ લોકો ક્વોરન્ટાઈન છે જ્યારે 153 જેટલાં લોકો હોમ આઈસોલેશનમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply