વિશ્વમાં કોરોનાને કારણે સંક્રમિત કેસનો આંકડો 42 લાખને પાર
Live TV
-
બે લાખ 91 હજારના મોત - 14 લાખ 8 હજાર થયાં સાજા - અમેરિકામાં 82 હજારના મોત - ઇટલી, બ્રિટન અને ફ્રાંસ સૌથી વધુ પ્રભાવિત
સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે આ જીવલેણ વાઈરસના કારણે દુનિયાભરમાં 2 લાખ 51 હજાર 366 જેટલાં લોકોએ જીવ ગુમાવ્યો છે. તો 42 લાખ 55 હજારથી વધુ લોકો આ વાઈરસથી સંક્રમિત થયાં છે. અમેરિકા આ મહામારીના કારણે વિશ્વમાં સૌથી વધુ પ્રભાવીત થયું છે, અમેરિકામાં કુલ 13 લાખ 67 હજાર 927 જેટલાં સંક્રમિત લોકો છે., જ્યારે અત્યાર સુધીમાં કુલ 82 હજાર 240 જેટલાં લોકો મોતને ભેટ્યાં છે. અમેરિકાના અનેક રાજ્યોમાં આ વાઈરસને નિયંત્રણમાં લાવવાના ભરપુર પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે, અમેરિકામાં કોરોનાને કાબુમાં લઈ શકાયો નથી. આ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, કોવિડ-19 સાથે જોડાયેલા વિષયો પર તેજ ગતિથી પરીક્ષણ થઈ રહ્યું છે અને સફળતા પણ મળી રહી છે, જેના પરિણામે સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. જોકે, સૌથી વધુ પ્રભાવીત ન્યૂયોર્ક સિટીમાં અત્યાર સુધીમાં 27 હજાર 284 લોકોનાં મોત થયાં છે. 80 લાખની જનસંખ્યા ધરવતા ન્યૂયોર્ક સિટીમાં કોરોના અને લોકડાઉનના પરિણામે અનેક લોકો બેરોજગાર બન્યાં છે. આ તરફ રશિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 31 હજારને પાર થઈ ગઈ છે. રશિયામાં છેલ્લાં 24 કલાકમાં સંક્રમણના 10 હજાર 899 નવા કેસ સામે આવ્યાં છે. જોકે, સંક્રમણના વધતા કેસ છતાં મૃત્યુઆંક ઓછો છે, અત્યાર સુધીમાં દેશમાં 2 હજાર 116 લોકોનાં મોત થયાં છે. કોરોના વાઈરસના કારણે મંગળવારે ઈટાલીમાં વધુ 172 લોકોનાં મૃ્ત્યુ નિપજ્યાં હતાં તેની સાથે દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યાં 30 હજારને પાર થઈ હતી. અત્યાર સુધીમાં ઈટાલીમાં 2 લાખ 21 હજાર 216 લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે. વાત કરીએ નેપાળની તો, નેપાળમાં વધુ 83 નવા સંક્રમિત કેસ સામે આવ્યાં છે. અત્યાર સુધીમાં નેપાળમાં કુલ 217 કોરોના સંક્રમિત કેસ નોંધાઈ ચુક્યાં છે. જ્યારે 33 દર્દીઓ સંક્રમણથી મુક્ત થઈને સ્વસ્થ થઈ ચુક્યાં છે
