વિશ્વ કોરોના અપડેટ : સક્રિય કેસનો આંકડો 24.71 લાખથી વધારે, મૃત્યુઆંક 2.98 લાખને પાર
Live TV
-
વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે...વિશ્વમાં અત્યાર સુધી 44.29 લાખ કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે..જેમાં 2.98 લાખથી વધુ લોકો કોરોના સામેની જંગ હારી ચૂક્યા છે..તો 16.59 લાખથી વધારે લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફરી ચૂક્યા છે..હાલ વિશ્વમાં 24.71 લાખથી વધારે કેસ સક્રિય છે, જેઓ સારવાર હેઠળ છે...
વિશ્વમાં કોરોનાનો સૌથી વધુ ભરડો અમેરિકામાં છે....છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 1813 લોકોએ જીવ ગુમાવ્યા છે..આ સાથે જ અમેરિકામાં કુલ મૃત્યુઆંક 85,197ને પાર પહોંચી ગયો છે...અમેરિકામાં બુધવારે એક જ દિવસમાં 21,712 નવા કેસ નોંધાયા...મહત્વનું છે કે અમેરિકામાં અત્યાર સુધી 14.30 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે...આ તમામ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સ્કૂલ ખોલવાની અપીલ કરી છે...અને રાજ્યોના ગર્વનરો સાથે વાત કરીને શાળાઓ ખોલવાની તૈયારીઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે...
