Skip to main content
Settings Settings for Dark

વેગન આર્મીના ડરથી મોસ્કોમાં નાગરિકોને કારનો ઉપયોગ નહિં કરવા કહેવામાં આવ્યું

Live TV

X
  • રશિયાની ખાનગી સેના વેગનર ગ્રૂપ વિદ્રોહ બાદ રાજધાની મોસ્કોમાં સ્થિતિ ઝડપથી બદલવા લાગી છે. મોસ્કોના મેયરે શહેરના રહેવાસીઓને કારનો ઉપયોગ નહિં કરવા વિનંતી કરી છે. આની સાથે સોમવારે મોટાભાગના લોકો માટે નોન-વર્કિંગ ડે જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,  આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને શનિવારે વેગનર ગ્રૂપના વડાડ યેવાજેની પ્રિગોઝિન દ્વારા સશસ્ત્ર વિદ્રોહની જાહેરાતને વિશ્વાસઘાત અને રશિયાની પીઠમાં છુરો મારવાનું પગલું ગણાવ્યું હતું. પ્રિગઝિનના લડાકુઓ યુક્રેનની સીમા પાર કરને રશિયાના દક્ષિણમાં એક મહત્વપૂર્ણ શહેરમા પ્રવેશ કર્યો છે. તેમના બળવાને બે દાયકાથી વધુ સત્તામાં રહેલા પુતિનના નેતૃત્વ માટે સૌથી મોટો ખતરો ગણવામાં આવી રહ્યો છે. 
    રશિયામાં હવે ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે. હવે આ ચેતવણી એ કહેવા માટે પૂરતી છે કે, રશિયામાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જો યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયામાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાય છે તો તે સ્થિતિમાં પુતિન માટે તે બેવડો ફટકો સાબિત થશે. એક તરફ યુક્રેન સાથે સંઘર્ષ હજુ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ચિંતામાં વધારો કરવાનું કામ વેગનરે કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply