શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલ શીરીસેનાએ સંસદ ભંગ કરી જલદી ચુંટણી કરવાનો કર્યો નિર્ણય
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રારા રાનીલ વિક્રમસીંઘેને હરાવીને મહિદ્રા રાજપક્ષેને નવા પ્રધાનમંત્રી નિયુક્ત કર્યાના 2 અઠવાડીયા બાદ આ નિર્ણય લિધો છે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલ શીરીસેનાએ સંસદ ભંગ કરવાનો અને જલદી ચુંટણી કરવાનો નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રારા રાનીલ વિક્રમસીંઘેને હરાવીને મહિદ્રા રાજપક્ષેને નવા પ્રધાનમંત્રી નિયુક્ત કર્યાના 2 અઠવાડીયા બાદ આ નિર્ણય લિધો છે.સંસદ ભંગ કરવાની ઘોષણા પહેલા રાષ્ટપતિએ કેબિનેટના અન્ય મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. સંસદનુ સત્ર બુધવારે મળવાનું હતુ જેમાં સંસદના અધ્યક્ષ કારૂ જયસુર્યા અને અપદસ્થ પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિઘેના નેતૃત્વ વાળા સમુહને પહેલા દિવસથી બહુમતીના નિર્ણય માટે મતદાન કરાવવાની માંગ કરી હતી. આ અગાઉ સરકારના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે નવી સરકારને 225 સભ્યો ઘરાવનાર સદનમાં બહુમતી માટે 113 સભ્યોના સમર્થનની આવશ્યકતા છે જેના માટે ઓછામાં ઓછા 8 વધુ મત મેળવવા જરૂરી છે.
