Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકામાં 8 બોમ્બ વિસ્ફોટ, 160 લોકોના મોત, 400થી વધુ ઘાયલ

Live TV

X
  • શ્રીલંકામાં સિરીયલ બોમ્બ વિસ્ફોટ ધડાકા થયા છે. રાજધાની કોલંબો સહિત દેશના કેટલાય સ્થળો પર 8 બોમ્બ વિસ્ફોટ થયા છે. આતંકીઓએ ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટેલોને નિશાન બનાવી છે. ઈસ્ટરના પવિત્ર દિવસે આ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી પ્રમાણે  3 ચર્ચ અને 3 ફાઈવ સ્ટાર હોટેલોમાં બોમ્બ ધડાકા થયા છે. જયારે ત્યાંના દેહીવાલા શહેરમાં સાતમો બોમ્બ વિસ્ફોટ થયો છે. આ તબક્કાવાર બોમ્બ વિસ્ફોટમાં 400થી વધુ ઘાયલ થયા છે જ્યારે 160 લોકો મૃત્યુ પામ્યા છે. જયારે 9 વિદેશી નાગરિકોના મૃત્યુની આંશકાના અહેવાલ મળી રહ્યા છે. શ્રીલંકન રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરીસેનાએ હુમલા અંગે શોક વ્યક્ત કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. હાલ ઘાયલોને તબીબી સારવાર અપાઈ રહી છે. ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું છે / કે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ રજૂ કર્યા છે. મહત્વનું છે કે શ્રીલંકામાં થયેલા આ રક્તરંજીત સીરીયલ બોમ્બ વિસ્ફોટને પગલે હાલ શ્રીલંકામાં કેબિનેટની બેઠક બોલાવીને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply