શ્રીલંકામાં 8 બોમ્બ વિસ્ફોટ, 290 લોકોના મોત, 500થી વધુ ઘાયલ
Live TV
-
શ્રીલંકામાં ગઇકાલે ચર્ચ અને હોટલોમાં થયેલા બોમ્બ ધડાકામાં મૃત્યુઆંક 290 સુધી પહોંચ્યો છે. મૃતકોમાં પાંચ ભારતીયો સહિત 32 વિદેશીઓનો સમાવેશ થાય છે.
શ્રીલંકામાં ગઇકાલે ચર્ચ અને હોટલોમાં થયેલા બોમ્બ ધડાકામાં મૃત્યુઆંક 290 સુધી પહોંચ્યો છે. મૃતકોમાં પાંચ ભારતીયો સહિત 32 વિદેશીઓનો સમાવેશ થાય છે. બોમ્બ ધડાકામાં 500થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઇસ્ટરની પ્રાર્થનાસભા ચાલી રહી હતી ત્યારે આ બોમ્બ ધડાકો થયો હતો. અત્યાર સુધી કોઈ સંગઠને આ બોમ્બ ધડાકાની જવાબદારી લીધી નથી. આ સ્થિતિની સમીક્ષા કરવા માટે શ્રીલંકાના પ્રધાનમંત્રી રોનિલ વિક્રમાસિંઘે મંત્રીમંડળની તાકિદની બેઠક યોજી હતી. પોલીસને પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવી છે. તેમજ ચર્ચ અને હોટલોની સુરક્ષા માટે ઘેરાબંધી કરી લીધી છે. ધડાકા બાદ શ્રીલંકા સરકારે સોશિયલ મીડિયા અને મેસેજ સર્વિસ બંધ કર્યા છે. સરકારે રાત્રી કરફ્યુની જાહેરાત કરી છે. બોમ્બ ધડાકા બાદ સેનાના ત્રણેય દળની તૈનાતી કરાઈ છે. તેમજ તપાસ અભિયાન શરૂ કરાયું છે. આ ધડાકા બાદ શ્રીલંકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. લોકોને શાંતિ જાળવવા અપીલ કરાઈ છે. શ્રીલંકા પોલીસે આ ધડાકા સંબંધે 24 સંદિગ્ધોની ધરપકડ કરી છે.
