Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકા: મહિન્દા રાજપક્ષેએ પ્રધાનમંત્રી પદના લીધા શપથ

Live TV

X
  • સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષેના પક્ષે મેળવ્યો હતો ધરખમ વિજય, પાર્ટીએ તેના સાથી પક્ષો સાથે સંસદમાં બે-તૃતીયાંશ મેળવી હતી બહુમતિ

    મહિન્દા રાજપક્ષે રવિવારે દેશના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. બુધવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષે ધરખમ વિજય મેળવ્યો હતો અને પાર્ટીએ તેના સાથી પક્ષો સાથે સંસદમાં બે-તૃતીયાંશ બહુમતિ મેળવી હતી. શપથ ગ્રહણ સમારોહ કોલંબો નજીકના એક પ્રાચીન બૌદ્ધ મંદિરમાં યોજાયો હતો. મહિન્દા રાજપક્ષેને તેમના નાના ભાઈ ગોતાબાયા રાજપક્ષેએ શપથ અપાવ્યા હતા. મહત્વનું છે કે, મહિન્દા રાજપક્ષે 2006 થી 2015 સુધી દેશના રાષ્ટ્રપતિ હતા. ગત નવેમ્બરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના ભાઇ ગોતાબાયાની જીત બાદ તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે સંસદમાં તેમની પાર્ટી પાસે બહુમતી ન હતી. આ દરમિયાન બે વિપક્ષી પાર્ટીઓ સ્માગી જન બાલાવેગ્યા, એસ જેબી અને યુનાઇટેડ નેશનલ પાર્ટી, યુ એનપી વચ્ચે ઘર્ષણ ચાલુ છે. યુ.એન.પી.ની ચૂંટણીમાં ખરાબ પરાજય થયો હતો અને તેના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાનિલ વિક્રેમસિંઘે પણ ચૂંટણી હારી ગયા હતા. પાર્ટીને એક જ બેઠક મળી. યુએનપીથી છૂટા પડેલા એસજેબીએ કહ્યું છે કે, વિક્રેમસિંઘે હજી સ્વીકારવા તૈયાર નથી કે તેમનો પક્ષ નાશ પામ્યો છે. ચૂંટણીમાં એસ.જે.બીને 54 બેઠકો મળી છે અને તે મુખ્ય વિરોધી પક્ષ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply