સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા સામે નિંદા પ્રસ્તાવ પસાર, ભારતે વોટીંગમાં ભાગ ના લીધો
Live TV
-
રશિયાએ યુક્રેનમાં શરુ કરેલા યુદ્ધને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા સામે નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં 141 દેશોએ પ્રસ્તાવના સમર્થનમાં વોટ આપ્યા હતા. આ પ્રસ્તાવમાં 5 દેશોએ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યુ. રશિયાના પક્ષમાં વોટ આપનારા દેશોમાં રશિયા સિવાય બેલારુસ, સીરિયા, ઉત્તર કોરિયા, ઈરીટ્રીયાનો સમાવેશ થાય છે. UNSC પછી UNGA માં પણ ભારતે ગેરહાજર રહી પ્રસ્તાવથી પોતાને અલગ રાખ્યો હતો.
નિંદા પ્રસ્તાવના વોટિંગ દરમિયાન ભારત સહિત 35 દેશોએ ભાગ લીધો ન હતો. ભારતે પ્રસ્તાવ પર કુટનીતિક સ્તરે અને અન્ય શાંતિપૂર્ણ રીતે વાટાઘાટોથી વિવાદનો ઉકેલ લાવવા આગ્રહ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યુ છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા એ અમારી પ્રાથમિકતા છે.
