સાઉથ કોરિયાનું મ્યુઝિક ગ્રુપ BTS UNની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે, યુવાઓ પાસેથી પ્રતિભાવો મંગાવ્યા
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના એક સેશનમાં સાઉથ કોરિયાનું વિશ્વ વિખ્યાત મ્યુઝિક ગ્રુપ 'BTS' હાજરી આપનાર છે. આ અંગે BTS દ્વારા યુવાઓ પાસેથી તેમના બે વર્ષ દરમ્યાનના મંતવ્યો, અનુભવો તેમના વિચારો વ્યક્ત કરવા માટે જણાવાયું છે.
BTS મ્યુઝિક ગ્રુપએ યુવાનોમાં સંગીત અને ગીતો માટે ખુબ પ્રચલિત બન્યું છે. સંયુક્ત રાષ્ટ્રના યુથ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે BTS મ્યુઝિક ગ્રુપ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં હાજરી આપશે. આ દરમ્યાન છેલ્લા 2 વર્ષોમાં દુનિયાના યુવાવર્ગે જે અનુભવ્યું હોય જે વિચાર્યું હોય તેમના વિચારોને વ્યક્ત કરવા માટે BTS તરફથી એક અભિયાન ચાલુ કરાયું છે. જેમાં યુવાનો પોતાના વિચારો વ્યક્ત કરી શકશે અને આ વિચારો આજના યુથ (યુવાનો) શું છે તે દર્શાવતા હોવા જોઈએ. આ વિચારો, મંતવ્યો, અનુભવોને ફોટો, શબ્દો, ઈમોજી વડે પણ દર્શાવી શકાશે. #YouthToday #YourStories આ બે હેશ ટેગ સાથે યુવાનો પોતાની વાત સોશિયલ મીડિયા પર રજૂ કરી શકશે.
