સુદાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારતીય વાયુસેનાના બે વિમાન જેદ્દાહમાં તૈનાત
Live TV
-
સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે
સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારતીય વાયુસેનાના બે વિમાન અને નેવીનું એક જહાજ તૈનાત કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે INS સુમેધા પણ સુદાનના બંદર પર પહોંચી ગયું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ તેનો ઉપયોગ સુરક્ષાની સ્થિતિ પર નિર્ભર રહેશે, જે ખાર્તુમમાં વિવિધ સ્થળોએ ભારે લડાઈના અહેવાલો વચ્ચે અસ્થિર રહે છે.સુદાનની એરસ્પેસ તમામ વિદેશી વિમાનો માટે બંધ છે અને જમીન દ્વારા પ્રવેશ જોખમમાં છે.
સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે અને ત્યાંની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સુદાનમાંથી ભારતીયોની સુરક્ષિત વાપસી માટે વિદેશ મંત્રાલય વિવિધ હિતધારકો સાથે સંકલન કરી રહ્યું છે. સુદાનમાં ભારતીય દૂતાવાસ પણ સંયુક્ત રાષ્ટ્ર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ઇજિપ્ત અને યુનાઇટેડ સ્ટેટ્સના નિયમિત સંપર્કમાં છે.
