સ્પેનઃ ફરજિયાત માસ્કના વિરોધમાં પ્રદર્શન
Live TV
-
સ્પેનમાં સાર્વજનિક સ્થાનો પર ફરજિયાત માસ્કના વિરોધમાં રાજધાની મેડ્રિડના કોલોન સ્કાયર પર હજારોની સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોરોના મહામારીને રોકવા માટે દેશમાં નવા ઉપાયોના પગલે માસ્ક ફરજિયાત કરવાના નિર્ણય બાદ આ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
હાથોમાં બેનર લઈને લોકોએ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 28,615થી વધુ લોકો કોરોનાના કારણે સ્પેનમાં મૃત્યુ પામ્યા છે. સ્પેનમાં અત્યાર સુધી કોરોનાના 3,58,840થી વધુ કેસ આવી ચૂક્યા છે.
