Skip to main content
Settings Settings for Dark

Covid-19 : વિશ્વમાં 5 લાખ 42 હજારથી વધુ લોકોએ ગુમાવ્યા જીવ

Live TV

X
  • બ્રાઝિલના રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ પણ કોરોના સંક્રમણનો શિકાર બન્યા

    દુનિયાભરમાં કોરોનાનો કેર યથાવત છે. કોરોના વાયરસથી અત્યાર સુધી, 1 કરોડ 17 લાખ 76 હજારથી વધુ લોકો , સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 5 લાખ 42 હજારથી વધુ લોકોએ , પોતાના જીવ ગુમાવ્યા છે. દુનિયામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં 29 લાખ 91 હજારથી વધુ લોકો , સંક્રમિત છે , જ્યારે અહીં મૃતકોનો આંક , 1 લાખ 31 હજારને પાર પહોંચી ગયો છે... અમેરિકામાં વધી રહેલાં કોરોના સંક્રમણના કેસને લઈને જે વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ શરૂ થયાં છે..તેમને પોતાના દેશમાં પરત ફરવું પડશે.તેવો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને નિર્ણય કર્યો છે.. જેનાથી અમેરિકામાં રહેતા 10 લાખ વિદ્યાર્થીઓ પર અસર પડશે.. આ તરફ બ્રાઝિલના રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ પણ કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 16 લાખ 68 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યાં છે. જ્યારે 66 હજારથી વધુ લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે.... આ તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વીકાર્યુ છે કે, કોરોના વાઈરસ હવામાં પણ ફેલાઈ શકે છે .. આ અંગે વૈજ્ઞાનિકોના એક સમુહે WHO ને એક ખુલ્લો પત્ર લખીને પ્રવર્તમાન દિશાનિર્દેશોમાં સુધારો કરવાની અપીલ કરી હતી... આ દરમિયાન અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી ઔપચારિક રીતે અલગ થવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ પ્રશાસને સંયુક્ત રાષ્ટ્રને ઔપચારિક રીતે આ અંગેની જાણકારી પણ આપી દીધી છે.. ટ્રમ્પે મે મહિનામાં જ આ અંગેની જાહેરાત કરી દીધી હતી..તેમનો આરોપ હતો કે, વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનનું નિયંત્રણ છે. અને કોવિડ-19 સંબંધીત માહિતીઓ ઘણી મોડેથી જાહેર કરવામાં આવી હતી..જેના પરિણામે અમેરિકાને સૌથી વધુ નુકસાન થયું છે. મહત્વપૂર્ણ છે કે, એપ્રિલ મહિનામાંથી અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંસ્થાને નાણાકીય મદદ આપવાનું બંધ કરી દીધું હ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply