FATFએ પાકિસ્તાનને આપ્યો મોટો આંચકો, ગ્રે લિસ્ટમાં રહેશે યથાવત
Live TV
-
ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATFની પેરિસમાં થયેલી ઓનલાઈન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ યથાવત રાખવાની વાત કહેવામાં આવી છે.
ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. FATFએ શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર આતંકવાદ સામે 27 સૂત્રીય એજન્ડાને પુરો કરવામાં નિષ્ફળ રહી છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકવાદીઓ સામે કોઇ યોગ્ય કાર્યવાહી કરી નથી. FATFએ વધુમાં કહ્યું કે નક્કી કરેલા સમયગાળામાં પાકિસ્તાન સરકારે 27 કાર્ય યોજનાઓમાંથી 21 પૂરી કરી છે. FATFએ ફેબ્રુઆરી 2021 સુધીમાં બધી કાર્યયોજનાઓ પૂરી કરવા પાકિસ્તાનને તાકી કરી છે.
