PM મોદીએ અમેરિકી કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે બેઠક યોજી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. અહીં વોશિંગ્ટન ડીસીમાં આજે તેમણે અમેરિકી કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પ્રધાનમંત્રીએ સૌથી પહેલી બેઠક ચિપ, સેમિકંડક્ટર્સ, સોફ્ટવેર બનાવતી કંપની ક્વાલકોમના CEO ક્રિસ્ટિયાનો એમન સાથે યોજી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ ભારતમાં મોટી આર્થિક તક પર વિશેષ રીતે ધ્યાન અપાવ્યું હતું. ક્વાલકોમના CEOએ 5જી જેવા ક્ષેત્રોમાં ભારતની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ સાથે જ પ્રધાનમંત્રીએ એડોબના ચેરમેન શાંતનુ નારાયણ સાથે બેઠક યોજી હતી. આ પાંચેય કંપનીના CEO સાથે પ્રધાનમંત્રીની મુલાકાતથી ભારતને નવીનીકરણ ઉર્જા, સોફ્ટવેર ડેવલપમેન્ટ, આઈ.ટી, ડિફેન્સ, રોકાણ ક્ષેત્રમાં કામગીરીને નવી ગતિ આપશે.
આ ઉપરાંત ફર્સ્ટ સોલાર, જનરલ એટોમિક્સ, બ્લેકસ્ટોનના CEO સાથે પણ પ્રધાનમંત્રીએ બેઠક યોજી હતી. પ્રધાનમંત્રીની આ બેઠકથી ભારત અને અમેરિકાના વેપાર અને રોકાણના સંબંધ મજબૂત થશે. મહત્ત્વનું છે કે, જ્યારે જ્યારે પ્રધાનમંત્રી અમેરિકા ગયા છે, ત્યારે ત્યાંના કોર્પોરેટ ક્ષેત્ર હંમેશા સકારાત્મક હોય છે. તેવામાં આ કંપનીઓના CEO સાથેની બેઠક મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. સાથે જ ભારતની સૈન્ય શક્તિને મજબૂત બનાવવાની દિશામાં પણ બેઠક મહત્ત્વની રહેશે. ભારતમાં કોરોના કાળમાં પણ રેકોર્ડબ્રેક વિદેશી રોકાણ આવ્યું હતું. જેમાંથી સૌથી વધુ અમેરિકાથી આવ્યું હતું. જે દર્શાવે છે કે, ભારત પર અમેરિકા કોર્પોરેટ ક્ષેત્રને વિશ્વાસ છે. વૈશ્વિક રોકાણકારો માટે પણ રોકાણ કરવા માટે ભારત પસંદગીનો દેશ બન્યું છે.
