PM મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ વચ્ચે દ્વીપક્ષીય બેઠક યોજાઈ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેમણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ વચ્ચે દ્વીપક્ષીય બેઠક કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે તમામ આંતરરાષ્ટ્રીય અને દ્વીપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ હતી.
આ દ્વીપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ની બીજી લહેર દરમિયાન અમેરિકા દ્વારા ભારતની મદદ કરવા માટે અમેરિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, વિશ્વનાં સૌથી મોટા અને સૌથી જૂના પ્રજાતંત્રનાં રૂપમાં ભારત અને અમેરિકા સ્વભાવીક ભાગીદાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ કમલા હેરીસે કોરોના મહામારી દરમિયાન વિશ્વની મદદ કરવા માટે ભારતના વખાણ કર્યા હતા. સાથે જ કહ્યુ કે, બન્ને દેશોએ કોવિડ મહામારીને પહોંચી વળવાની દિશામાં એક સાથે કામ કર્યુ છે અને ભારતએ અન્ય દેશો માટે વેક્સિનનાં મહત્વપૂર્ણ સ્ત્રોત બન્યુ છે. કમલા હેરીસે મુક્ત અને ખુલ્લા હિંદ પ્રશાંત વિસ્તાર સિવાય બન્ને દેશો અને વિશ્વમાં લોકહીત સિધ્ધાંતોની જરૂર પર ભાર આપ્યો હતો.
