Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ વોશિંગ્ટન ડીસીમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે બેઠક કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં ક્વાડ શિખર સંમેલન પહેલા જાપાનના પ્રધાનમંત્રી યોશીહીદે સુગા સાથે દ્વીપક્ષીય બેઠક કરી હતી. બન્ને નેતાઓએ હિંદ પ્રશાંત વિસ્તાર, ક્ષેત્રીય મુદ્દાઓ, સપ્લાય ચેઈનને ફરીથી મજબૂત કરવા માટે, વેપાર, ડિજિટલ અર્થ વ્યવસ્થા અને લોકોની વચ્ચે સંપર્ક સહિત વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સાથે જ બન્ને નેતાઓએ વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્વાડ સમિટ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન સાથે દ્વીપક્ષીય વાતચીત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે કોરોના મહામારી પછી પહેલી વ્યક્તિગત રૂપે મુલાકાત હતી. વોશિંગ્ટન ડીસીમાં થયેલી મુલાકાત દરમિયાન બન્ને નેતાઓએ દ્વીપક્ષીય, વિસ્તારીય અને વૈશ્વીક મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બન્ને નેતાઓઓ હાલમાં જ આયોજીત પહેલી ભારત-ઓસ્ટ્રેલિયાના વિદેશ અને રક્ષામંત્રીઓની ટુ પ્લસ ટુ ચર્ચા સહિત બન્ને દેશની વચ્ચે નિયમીત યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠક પર સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેઓએ જળવાયુ પરિવર્તનનાં મુદ્દાનાં સમાધાન માટે તત્કાલીક આધાર પર આતંરરાષ્ટ્રીય સમુદાયનાં એક સાથે આવવા પર ભાર આપ્યો હતો. બન્ને નેતાઓએ ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થા અને સમાજમાં પ્રવાસી ભારતીયનાં યોગદાનની સરાહનાં કરી અને લોકોની વચ્ચે સંબંધોને વધારવા માટેનાં રીત અંગે ચર્ચા કરી હતી.

    આ બેઠકને લઈને પ્રધાનમંત્રી કાર્યાલયે પોતાના ટ્વીટમાં જણાવ્યુ કે, ઓસ્ટ્રેલિયા સાથે મૈત્રી સંબંધોને આગળ વધારતા પીએમ સ્કોટ મોરીસને પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રીએ આ બેઠક પછી પોતાનાં ટ્વીટમાં જણાવ્યુ કે, ઓસ્ટ્રેલિયાનાં મિત્ર ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળીને ખૂબ સારુ લાગ્યુ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply