PM મોદી આજે ઈટલીના PM જ્યુસિપી કોન્ટેની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈટલીના પ્રધાનમંત્રી જ્યુસિપી કોન્ટેની સાથે દ્વિપક્ષીય શિખર બેઠક કરશે. વર્ચ્યુઅલ માધ્યમથી થનાર આ બેઠકમાં બન્ને નેતા દ્વિપક્ષીય સંબંધો અને મહત્વપૂર્ણ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈટલીના પ્રધાનમંત્રી જ્યુસિપી કોન્ટેની સાથે દ્વિપક્ષીય શિખર બેઠક કરશે. વર્ચ્યુઅલ માધ્યમથી થનાર આ બેઠકમાં બન્ને નેતા દ્વિપક્ષીય સંબંધો અને મહત્વપૂર્ણ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરશે. વીડિયો કોન્ફરન્સથી યોજનારા આ શિખર સંમેલનથી બન્ને નેતાઓને દ્વિપક્ષીય સંબંધોની વિસ્તારથી સમીક્ષા કરવાનો અવસર પ્રાપ્ત થશે. આ અવસર પર બન્ને સરકારો અને ખાનગી ક્ષેત્રો વચ્ચે ઘણી સમજૂતીઓ થવાની સંભાવના છે. મહત્વનુ છે કે ઈટલી ભારતનું પાંચમું સૌથી મોટુ વ્યાપારિક ભાગીદાર છે.
