UAEએ બુર્જ ખલિફાને ગાંધીજીના સંદેશ અને ત્રિરંગાના રંગે રંગી દીધી
Live TV
-
સંયુક્ત આરબ અમિરાતે મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે તેમને અનોખી શ્રદ્ધાંજલિ અર્પી હતી. યુએઈએ તેની ગગનચૂંબી ઈમારત બુર્જ ખલિફાને ગાંધીજીના સંદેશ અને ત્રિરંગાના રંગે રંગી દીધી હતી. ભારત સરકારે યુએઈના આ પગલાનું સ્વાગત કરતાં આભાર માન્યો હતો. દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે ટ્વિટ કર્યું હતું કે, ગાંધીજીના આદર્શ, તેમની જયંતિ અને વિશ્વની ઊંચી ઈમારત બુર્જ ખલિફા પર આભાર યુએઈ મહાત્મા ગાંધીના વિચારો અને સિદ્ધાંતોને LED મારફતે બુર્જ ખલિફા પર રજૂ કરાયાં હતા.
