USના કેપિટલ ગેજેટ સમાચારપત્રના કાર્યાલયમાં હુમલો, 5ના મોત
Live TV
-
આ હુમલામાં 5 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. પોલીસે શંકાસ્પદ આરોપીની ધરપકડ પણ કરી છે.
અમેરિકાના મેરીલેન્ડ પ્રાંતમાં એક સ્થાનિક કેપિટલ ગેજેટ નામના સમાચારપત્રના કાર્યાલય પર હુમલો થયો હતો. આ હુમલામાં 5 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. પોલીસે શંકાસ્પદ આરોપીની ધરપકડ પણ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ગોળીબાર કરનાર એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. હુમલા વખતે સમાચારપત્રના કાર્યાલયમાં ઘણા લોકો હાજર હતા. બંદૂકધારીએ કાચના દરવાજા પર હુમલો કર્યો હતો, જેની બીજી પાર કેટલાય કર્મચારીઓ હાજર હતા. પોલીસ હાલમાં આરોપીની પૂછપરછ કરી રહી છે.
