USAમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતગણતરી ચાલુ, બાઈડન 264 વૉટ સાથે આગળ
Live TV
-
વિસ્કોન્સિન અને મિશિગનમાં તાજા વલણમાં બાઈડનની જીતની આશા વધી. ટ્રમ્પે મતગણતરી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ-કહ્યું, કોર્ટમાં આપીશું પડકાર.
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે થયેલા મતદાનની ગણતરી હજી ચાલુ જ છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ પદ માટે ઊભા રહેલા જો બાઈડન રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર ટક્કર આપી રહ્યા છે. અત્યારે જો બાઈડનના પક્ષમાં 264 વોટ જોવા મળે છે.
ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધી માત્ર 214 વોટ જ મળ્યા છે. જીત માટે 270 વોટની જરૂર હોય છે. બાઈડનને આ તમામ વોટ મહત્ત્વપૂર્ણ રાજ્યો મિશિગન, વિસ્કોન્સિન અને અરિજોનામાં જીત મેળવવા બદલ મળ્યા છે. ગઈ ચૂંટણીમાં આ જ ત્રણ રાજ્ય પર ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા હતા. હવે અમેરિકાના પ્રમુખ કોણ બનશે તે તો અંતિમ મત ગણતરી બાદ જ જાણવા મળશે.
