અંતિમ તબક્કામાં લોકસભાની ચૂંટણી, રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચારમાં
Live TV
-
અંતિમ ચરણને લઇને તમામ રાજકીય પક્ષોનાં નેતાઓ એ એડિચોટીનું જોર લગાવ્યું છે. તમામ નેતાઓ મતદારોને આકર્ષવા માટે ઝઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે
લોકસભા ચૂંટણી અંતિમ તબક્કામાં જઇ રહી છે. સાતમાં અને અંતિમ ચરણને લઇને તમામ રાજકીય પક્ષોનાં નેતાઓ એ એડિચોટીનું જોર લગાવ્યું છે. તમામ નેતાઓ મતદારોને આકર્ષવા માટે ઝઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે પટનાસાહીબ લોકસભા બેઠક માટે પ્રચારની સાથે એક રોડ શો કરશે. આ ઉપરાંત તેઓ ઝારખંડના હિરણપુરમાં પણ એક ચૂંટણી સભાને સંબોધન કરશે. બસપા પ્રમુખ માયાવતી આજે બિહારના સાસારામ અને બક્સરમા ચૂંટણીપ્રચાર કરશે. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મદ્યપ્રદેશના સુજાનપૂર, ધાર અને ખરગોનમાં ચૂંટણીસભાઓ ગજવશે.
