વાયુ સેનાને મળી વધુ એક શક્તિશાળી તાકત
Live TV
-
અમેરિકાના એરિઝોનાના બોઈંગ ઉત્પાદન સુવિધા કેન્દ્રથી પ્રથમ અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટર કરાયું હાંસલ
ભારતીય વાયુસેના પ્રથમ અપાચે હેલિકોપ્ટર મળી ગયું છે. ભારતે અમેરિકાની સાથે 22 અપાચે હેલિકોપ્ટરની ખરીદીની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં. આ પહેલા હેલિકોપ્ટરનો પહેલો જથ્થો માર્ચમાં મળવાની વાત કરી હતી.આ હેલિકોપ્ટરથી ભારતીય વાયુસેનાની તાકત અનેક ગણી વધી જશે. ભારતીય વાયુસેનામાં સમાવેશ થઇ રહેલા આ શક્તિશાળી અપાચે હેલિકોપ્ટર આધુનિક અને અપાર યુદ્ધ ક્ષમતાઓથી સજ્જ છે. અપાચે હેલિકોપ્ટર ભારતની સરંક્ષણાત્મક ક્ષમતાઓ તો વધારશે સાથે જ સેનાને ભૂમી રહેલા જોખમો સામે પણ લડવા માટે મદદ મળશે.અપાચે હેલિકોપ્ટર ભારતીય સેનાની આધુનિકીકરણને પણ વેગ આપશે. અપાચેની ગતિની વાત કરીએ તો તેની ક્ષમતા 280 કિલોમીટર પ્રતિકલાકની છે. જેને રડાર પર ઝડપવું ખૂબજ મુશ્કેલ રહેશે.
