જ્યોર્જિયાના એન્ટોનોવ - 12 હેવી કાર્ગો પ્લેનનું જયપુરમાં લેન્ડિંગ
Live TV
-
કરાચીથી દિલ્હી તરફ જવાને બદલે ગુજરાતમાં ઘૂષ્યું હતું અને રાજસ્થાન તરફ આગળ વધ્યુ હતું.
ગઇકાલે પાકિસ્તાનની વાયુ સીમાથી ભારતમાં આવેલા , એક મોટાં કાર્ગો પ્લેનને , વાયુસેનાએ જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું હતું. આ વિમાન એન્ટોનોવ -12 હેવી કાર્ગો પ્લેન છે. જે જ્યોર્જિયાનું હોવાનું બહાર આવ્યું છે. આ વિમાનને કરાચીથી દિલ્હી તરફ જવાનું હતું. પરંતુ તેણે અચાનક જ , પોતાનો રૂટ બદલી નાખ્યો. આ પ્લેન ગુજરાતથી ભારતમાં ઘૂસ્યું , અને રાજસ્થાન તરફ આગળ વધ્યું. વાયુ સેનાના બે સુખોઇ 30 ફાઇટર જેટ્સે , આ કાર્ગો પ્લેનને ઘેર્યુ હતું. જયપુરમાં લેન્ડિંગ બાદ બંને પાઇલટ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે
