છઠ્ઠા તબક્કાના મતદાનનો પ્રારંભ , 59 બેઠકો પર મતદાન
Live TV
-
છઠ્ઠા તબક્કાના મતદાનો પ્રારંભ થઇ ગયો છે.. વહેલી સવારથી જ મતદાતાઓ મતદાન કરવા માટે મતદાન મથકે ઉમટ્યા છે..
લોકસભાની ચૂંટણી , હવે તેના અંતિમ પડાવ પર જઇ રહી છે. સાત તબક્કાના મતદાનમાંથી, છઠ્ઠો તબક્કાના મતદાનનો પ્રારંભ થઇ ગયો છે.. 59 બેઠકોનો માટે ,મતદાન થવા રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશની 14 , હરિયાણાની 10, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્ય પ્રદેશની આઠ -આઠ અને દિલ્લીની સાત સહિત ઝારખંડની 4 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં કુલ 979 ઉમેદવારો છે., જેમનું ભાવી ઈવીએમમાં સીલ થશે. જેમાં અખિલેશ, દિગ્વિજય સિંહ, મેનકા ગાંધી જેવા દિગ્ગજ નેતાઓનું રાજકિય ભાવી ઇવીએમાં સીલ થશે. આ તબક્કામાં 10 કરોડ16 લાખ મતદારો મતદાન કરશે.
