Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 63 ટકા મતદાન

Live TV

X
  • ઝારખંડમાં - 65.1, પશ્ચિમ બંગાળમાં - 80.16 , દિલ્હીમાં - 59.8, મધ્યપ્રદેશમાં 60.6 , હરિયાણા - 62.91, ઉત્તરપ્રદેશમાં 54.12 અને બિહારમાં - 59.38 ટકા મતદાન

    લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ગઇકાલે 63 ટકા મતદાન થયું હતું. ઝારખંડમાં - 65.1, પશ્ચિમ બંગાળમાં - 80.16 , દિલ્હીમાં - 59.8, મધ્યપ્રદેશમાં 60.6 , હરિયાણા - 62.91, ઉત્તરપ્રદેશમાં 54.12 અને બિહારમાં - 59.38 ટકા મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્ય પ્રદેશની આઠ -આઠ અને દિલ્લીની સાત સહિત ઝારખંડની 4 બેઠકો માટે મતદાન યોજાયું હતું. આ તબક્કામાં કુલ 979 ઉમેદવારો નું ભાવી ઈવીએમમાં સીલ થયું છે.
    નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિન્હાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 63.32 ટકા મતદાન નોંધાયું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પાંચ તબક્કા સુધી 8.6 કરોડ વધુ મતદાતાએ મત આપ્યા હતા. જે આ વખતે નોંધાયા છે અને મહિલા અને પુરૂષ મતદાતાઓ વચ્ચેનું અંતર ઘટી ગયું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply