પશ્ચિમબંગાળમાં છઠ્ઠા તબક્કાના મતદાન સમયે હિંસા
Live TV
-
પશ્ચિમબંગાળમાં છઠ્ઠા તબક્કાના મતદાન સમયે પણ હિંસા યથાવત રહી હતી.જારગામમાં ભાજપના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી. ઘાટલથી ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ ઉપર ટીએમસી સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો. બીજી તરફ પશ્ચિમબંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ પર પણ હુમલાનો પ્રયાસ કરવામા આવ્યો. ભારતીની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને એક મતદાન કેન્દ્રમાં જતાં રોકવામાં આવ્યા હતાં. મિદનાપુરમાંથી એક ટીએમસી કાર્યકર્તાની હત્યાના પણ સમાચાર છે. પશ્ચિમબંગાળમાં મતદાન સમયે થઈ રહેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે પશ્ચિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યુ કે, તેમની સરકારની એક્સપાઈરી ડેટ ચાલી રહી છે.માટે જ ત્યાં તાંડવ ચાલી રહ્યું છે. આ મામલે પ્રકાશ જાવડેકરે મીડિયા સાથે વાત કરી અને જણાવ્યું કે, અત્યાર સુધીમાં પશ્ચિમબંગાળમાં 400થી વધુ હિંસાના બનાવો સામે આવ્યા છે.
