પીએમ આજે ઇન્દોરમાં ચૂંટણી સભાને સંબોધશે
Live TV
-
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે પ્રચાર કાર્યમાં વેગ આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના રતલામ, હિમાચલ પ્રદેશના સોલન અને ચંડીગઢના ભટીન્ડા ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે. દરમિયાન ગઇકાલે તેમણે ઈન્દોરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. ઈન્દોર સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન પર રહ્યું છે. તે વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ઈન્દોરે સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવ્યું છે. વધુમાં તેમણે 2019 ની ચૂંટણી ભાજપ નહી પણ ભારતીય જનતા લડી રહી છે તેમ જણાવ્યું હતું. આ અગાઉ પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ખંડવામાં પણ એક જનસભાને સંબોધન કર્યું હતું.
