લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાં માટે ચૂંટણી પ્રચાર
Live TV
-
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાં માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. 19મેના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે આ તબક્કામાં 7 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 59 બેઠકો માટે મતદાન યોજાશે. અંતિમ તબક્કાના મતદાન માટે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ એડિચોટીનું જોર લગાવ્યું છે. અંતિમ તબક્કાને લઈને વિવિધ પક્ષના ટોચના નેતાઓ મતદારોને આકર્ષવા માટે ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમબંગાળમાં ત્રણ જનસભાઓને સંબોધન કરશે. આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પંજાબમાં ચૂંટણી પ્રચાર કરશે. તેઓ ફતેહગઢ સાહિબ, હોશિયારપુર અને લુધિયાણામાં ચૂંટણી પ્રચાર કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પંજાબમાં ચૂંટણી પ્રચાર કરશે.
