ચૂંટણી પંચની ભાજપના ગિરિરાજ સિંહે ટકોર
Live TV
-
ચૂંટણી પંચે બિહારના બેગુસરાય જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની નીંદા કરી છે. પંચે આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી તેમના નિવેદનને લીધે તેમને સાવચેત રહેવાની ટકોર કરી છે.પંચે કહ્યું કે, ગિરિરાજ સિંહે આચારસંહિતા અને સુપ્રીમકોર્ટના નિર્દેશનું ઉલ્લંઘન કર્યુ છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન નિવેદન કરતી સમયે ધર્મનો ઉલ્લેખ નથી કરી શકાતો. ઉલ્લેખનીય છે કે, 24 એપ્રિલના રોજ એક રેલીમાં ગિરિરાજ સિંહે મુસલમાનો વિરૂદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ મામલે બેગુસરાય જિલ્લા તંત્રએ ગંભીર નોંધ લેતા ચૂંટણી સંહિતા અને જનપ્રતિનિધિ અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ ગિરિરાજ સિંહ સામે ફરિયાદ નોંધી હતી.
