ફોનીથી પ્રભાવિત સ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય ટીમ ઓડિશાની મુલાકાતે
Live TV
-
ઓડિશામાં ત્રાટકેલા ચક્રવાતી તોફાન ફોનીથી પ્રભાવિત સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રીય ટીમ આજે ઓડિશાની મુલાકાતે છે. આ ટીમ 12મી મેની રાત્રે ઓડિશા પહોંચી હતી. આ ટીમ બે ભાગોમાં ચક્રવાતથી સૌથી વધુ અસરગ્રસ્ત પુરી જિલ્લાની આજે અને ખુરદા જિલ્લાની 14મી મેના રોજ નિરીક્ષણ કરશે.ટીમના સદસ્ય મુખ્ય સચિવ એ.પી.પાધી સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરતા પહેલાં બુધવારના રોજ ભૂવનેશ્વર નગર નિગમ વિસ્તારમાં કેટલાંક અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે. કેન્દ્રીય દળ વાવાઝોડાથી નુકસાનીનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે.આ સાથે જ પુરી અને ખુરદામાં વધુ 21 લોકોનાં મોતને સમર્થન મળતાં વાવાઝોડાનો કુલ મૃત્યુઆંક 64 થયો છે.
દરમિયાન ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકે રાજ્યમાં ફોની ચક્રવાતથી ક્ષતિગ્રસ્ત થયેલા મકાનોનું પુનઃનિર્માણ કરવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, જે પરિવારના મકાનો ફોની ચક્રવાતના કારણે તૂટી ગયા છે કે ક્ષતિગ્રસ્ત થયાં છે તેમને પાકા મકાનો આપવામાં આવશે.
ચક્રવાતી તોફાન ફોનીથી પ્રભાવિત પૂરીમાં રાહત અને પુનર્વસનનું કાર્ય તેજીથી આગળ વધી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં પુરીમાં ઘણા અંશે સ્થિતિ સામાન્ય થઇ જશે.
