અંતિમ તબક્કા માટે કોંગ્રેસ સહિતના વિપક્ષોનો પ્રચાર તેજ
Live TV
-
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ સભા ગજવશે, 22 લાખ નોકરીઓનું કોંગ્રેસે આપ્યું વચન
સાતમા તબક્કાના મતદાનને લઈને કોંગ્રેસે પણ પુરી તાકત લગાવી દીધી છે... કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. તેઓ આજે નિમજ, ઉજ્જૈન અને ખંડવામાં જનસભાઓને સંબોધન કરશે... દરમિયાન ગઈકાલે પંજાબમાં રેલીમાં સંબોધન કરતાં રાહુલ ગાંધીએ જનતાને વચન આપ્યું હતું કે, સત્તામાં આવ્યા બાદ ખાલી પડેલી 22 લાખ સરકારી નોકરીઓ ભરવામાં આવશે.. આ તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી હિમાચલ પ્રદેશ અને પંજાબમાં રોડ શો કરશે.., તો સપા બસપા અને આરએલડી ઉત્તરપ્રદેશના સિલમપુરમાં ચૂંટણી સભા કરશે..આ રેલીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રિમો માયાવતી અને આરએલડી પ્રમુખ અજીત સિંહ સંબોધન કરશે
