અંબાલા: 23-24 નવેમ્બરના રોજ અંબાલા વાયુસેના કેન્દ્ર પર એર શોનું આયોજન
Live TV
-
સૂર્ય કિરણ અને આકાશગંગા ટીમો વાયુસેનાના વિમાનો સાથે આકાશમાં કૌશલ્યનું પ્રદર્શન કરશે.
ભારતીય વાયુસેના 23-24 નવેમ્બરના રોજ અંબાલા છાવણી વાયુસેના કેન્દ્ર પર એર શોનું આયોજન કરશે. એર શો દરમિયાન સૂર્ય કિરણ અને આકાશગંગા ટીમો વાયુસેનાના વિમાનો સાથે આકાશમાં કૌશલ્યનું પ્રદર્શન કરશે. વાયુસેનાએ આ એર શો માટે તમામ જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરી લીધી છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાયુસેના કેન્દ્રની આસપાસ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવા માટે ધારા 144 હેઠળ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 23-24 નવેમ્બરના રોજ એરફોર્સ સ્ટેશન સુધી જતા રસ્તા બે વાગ્યા સુધી બંધ કરવામાં આવશે. જે માટે પોલીસ વિભાગને વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
