Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે આસિયાન દેશોના સંરક્ષણ મંત્રીઓની 10મી બેઠકમાં ભાગ લેશે

Live TV

X
  • વિવિધ સત્રો દરમિયાન તેઓ સંરક્ષણ સહયોગ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.

    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે  ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આસિયાન દેશોના સંરક્ષણ મંત્રીઓની 10મી બેઠકમાં ભાગ લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વિવિધ  દેશોના સંરક્ષણ મંત્રીઓ સાથે બેઠક પણ કરશે. વિવિધ સત્રો દરમિયાન તેઓ સંરક્ષણ સહયોગ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. બેઠકના પહેલા દિવસે સંરક્ષણ મંત્રી પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પરના  મંચને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017થી મંત્રીઓ અને ASEAN ના દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે વાર્ષિક બેઠકો કરવામાં આવી રહી છે. 

    ઈન્ડોનેશિયા એડીએમએમ-પ્લસના અધ્યક્ષ છે અને આ વર્ષે આસિયાન બેઠકની મેજબાની કરી રહ્યા છે. પારસ્પરિકરૂપે લાભકારી સંબંધોને વધુ સશક્ત કરવા માટે રક્ષા સહયોગ મુદ્દા પર ચર્ચા કરશે. એડીએમએમ-પ્લસ આસિયાન દેશ (બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાનમાર, ફિલીપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ તથા વિયેતનામ) માટે મહત્ત્વપૂર્ણ સંવાદ મંચની ભૂમિકા ભજવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply