UP: અતીક - અશરફની હત્યા બાદ CM યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી
Live TV
-
ગેંગસ્ટર અતીક એહમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉના વરિષ્ઠ પોલીસ પ્રશાસન અધિકારીઓ સાથે રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
ગેંગસ્ટર અતીક એહમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉના વરિષ્ઠ પોલીસ પ્રશાસન અધિકારીઓ સાથે રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. પોલીસ મહાનિદેશક અને કાનૂન વ્યવસ્થા સંબંધિત વિશેષ મહાનિદેશક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રીને હાલના ઘટનાક્રમની જાણકારી આપી હતી. રાજ્યમાં કાનૂન વ્યસ્થાની સ્થિતિ સ્થિર છે અને કોઈ અનિચ્છનીય ઘટનાના કોઈ સમાચાર નથી.
આની વચ્ચે અતીક અને તેના ભાઈના હત્યાના સંબંધમાં ધરપકડ થયેલ તમામ ત્રણેય આરોપીઓને 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે. હત્યાકાંડની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચનું ગઠન કરવામાં આવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથે અપીલ કરી છે કે લોકો અફવાઓ પર ધ્યાન ન આપે. પોલીસ રાજ્યના સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહી છે. અને વાહનોની કડક તપાસ કરવામાં આવી રહી છે. પ્રયાગરાજના અનેક વિસ્તારો અને અતીક અહેમદના સમર્થકોના આસપાસના અન્ય વિસ્તારોમાં મોટી માત્રામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પ્રયાગરાજ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. અને ધારા 144 લાગુ છે.
