સૈન્ય કમાન્ડર્સના દ્વિ-વાર્ષિક સંમેલન 2023નું પ્રથમ સંસ્કરણ આજથી શરૂ થશે
Live TV
-
સૈન્ય કમાન્ડર્સના દ્વિવાર્ષિક સંમેલન 2023નું પ્રથમ સંસ્કરણ આજથી શરૂ થઈ રહ્યું છે. પાંચ દિવસનું આ સંમેલન 21મી એપ્રિલ સુધી ચાલશે.
સૈન્ય કમાન્ડર્સના દ્વિવાર્ષિક સંમેલન 2023નું પ્રથમ સંસ્કરણ આજથી શરૂ થઈ રહ્યું છે. પાંચ દિવસનું આ સંમેલન 21મી એપ્રિલ સુધી ચાલશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 19મી એપ્રિલના રોજ સંમેલનને સંબોધિત કરશે. સૈન્ય કમાન્ડર્સનું સંમેલન વર્ષમાં બે વાર આયોજિત કરવામાં આવે છે. અને તે સેના સાથે જોડાયેલ નીતિઓ અને વિષયો પર વિચાર કરીને નિર્ણય લેવાનું મહત્વનું મંચ છે.
સંમેલનમાં 2023 પરિવર્તનના વર્ષ અંતર્ગત નક્કી કરેલ ગતિવિધિઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ અગ્નિપથ યોજના, ડિજીટલીકરણ, યાંત્રિકીકરણની સમીક્ષા પણ કરવામાં આવશે. સંમેલનમાં વર્તમાન અને ભવિષ્યમાં ઉભરનાર સુરક્ષા સાથે જોડાયેલ પરિસ્થિતઓ ઉપર ગાઢ વિચારવિમર્શ કરવામાં આવશે. અને સેનાના સંચાલન તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે.
