દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે પંચાયત પુરસ્કાર સપ્તાહ ઉજવણીનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
પંચાયતી રાજ મંત્રાલય તરફથી આજે પંચાયત પુરસ્કાર સપ્તાહ ઉજવવામાં આવશે.
પંચાયતી રાજ મંત્રાલય તરફથી આજે પંચાયત પુરસ્કાર સપ્તાહ ઉજવવામાં આવશે. 21મી એપ્રિલ સુધી અનેક સમારોહ યોજાશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દિલ્હીના વિજ્ઞાનભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહનું ઉદ્દઘાટન કરશે. અને પંચાયતોના પ્રોત્સાહન માટે રાષ્ટ્રીય સંમેલનમાં ઉત્કૃષ્ઠ કાર્ય કરવાવાળી પંચાયતોને પુરસ્કાર પ્રદાન કરશે. આ અવસરે રાષ્ટ્રપતિ દેશભરમાંથી 1500થી વધુ પ્રતિનિધિમંડળોને સંબોધિત પણ કરશે. 24મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પહેલા આઝાદીના અમૃત મહોત્સવના બીજા તબક્કાના અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયમાં "પંચાયતોના સંકલ્પોની સિદ્ધિનો ઉત્સવ"ની થીમના આધારે અનેક સંમેલનોની શ્રેણીની પરિકલ્પના કરી છે. મંત્રાલયે કહ્યું છે કે આ સપ્તાહ દરમિયાન શ્રેણીમાં પંચાયતી રાજ સંસ્થાનોના માધ્યમથી સતત વિકાસલક્ષ્યોના સ્થાનિયકરણ અંતર્ગત નવ મુખ્ય વિષયો પર પાંચ સંમેલન કરવામાં આવશે.
