Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટ આજે રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલ હિંસા મામલે સુનાવણી કરશે

Live TV

X
  • ગત અઠવાડીયે અદાલતે આ મામલાનો ઉલ્લેખ કરતાં ઝડપથી સુનાવણીની માંગ કરવામાં આવી હતી.

    સુપ્રીમ કોર્ટ આજે રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલ હિંસા મામલે સુનાવણી કરશે. ગત અઠવાડીયે અદાલતે આ મામલાનો ઉલ્લેખ કરતાં ઝડપથી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા 17મી એપ્રિલના રોજ સુનાવણીનો આદેશ કર્યો હતો. હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા દાખલ યાચિકામાં 30મી માર્ચના રોજ રામનવમીના દિવસે પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને ગુજરાતમાં શોભાયાત્રા દરમિયાન થયેલ હિંસાની તપાસની માંગ કરવામાં આવી હતી. 

    યાચિકામાં રામનવમીના દિવસે શોભાયાત્રામાં થયેલ હિંસામાં ઘાયલ થયેલ શ્રદ્ધાળુઓ અને તેમની સંપત્તિને થયેલ નુકસાનની ભરપાઈ કરવાની માંગ સહિત પ્રભાવિત રાજ્યોના મુખ્યસચિવોને મામલા પર રિપોર્ટ આપવાની માંગ કરવામાં આવી છે. યાચિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારોને એવા નિર્દેશ આપવામાં આવે કે કોઈ પણ વિસ્તારને માત્ર મુસ્લિમોનો વિસ્તાર બતાવીને હિંદુઓ અને શોભાયાત્રાને પરવાનગી આપવાથી રોકવામાં આવે નહીં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply