Skip to main content
Settings Settings for Dark

G20 સ્વાસ્થ્ય કાર્યસમૂહની બીજી બેઠક ગોવામાં આજથી શરૂ થશે

Live TV

X
  • જી20 સ્વાસ્થ્ય કાર્યસમૂહની બીજી બેઠક ગોવામાં આજથી શરૂ થઈ રહી છે. જે 19મી એપ્રિલ સુધી ચાલશે.

    જી20 સ્વાસ્થ્ય કાર્યસમૂહની બીજી બેઠક ગોવામાં આજથી શરૂ થઈ રહી છે. જે 19મી એપ્રિલ સુધી ચાલશે. બેઠકમાં ભારત ઓછી-મધ્યમ આવક ધરાવતા દેશો માટે સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર આપશે. જી20 માટે ભારતમાં ત્રણ સ્વાસ્થ્ય પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે. જી20ની અધ્યક્ષતા દરમિયાન ભારત સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ત્રણ પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રીય કરી રહ્યું છે, જેમાં પ્રથમ પ્રાથમિકતા આપાતકાલીન સ્વાસ્થ્ય સેવા અંતર્ગત રોગને ડામવા માટેના ઉપાયો, તૈયારીઓ અને ઝડપી પ્રતિક્રિયાઓ છે અને બીજી પ્રાથમિકાત દવાક્ષેત્રમાં સહયોગને મજબૂત કરવું, સુરક્ષિત, અસરકારક અને ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધતા ઉપર ખાસ ભાર આપવામાં આવશે. 

    ત્રીજી પ્રાથમિકતા સાર્વભૈમિક સ્વાસ્થ્યના લક્ષ્યને હાંસલ કરવા માટે ડિજીટલ હેલ્થમાં નવાચાર અને સમાધાન સાથે પ્રાથમિકતા અંતર્ગત ડિજીટલ સ્વાસ્થ્ય માટે વર્તમાન વૈશ્વિક પ્રયત્નોને એક સંસ્થાગત ઢાંચામાં પરિવર્તિન કરવું છે. બેઠકના બીજા દિવસે ડેલિગેટ્સ ગોવાના સમુદ્રકિનારે યોગ કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રની ઉપલબ્ધિઓ પર આધારિત એક પ્રદર્શનનું પણ ઉદ્દઘાટન કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply