અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ પાર્સલ સેવાનો પ્રારંભ
Live TV
-
અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ પાર્સલ સેવાનો પ્રારંભ થયો છે. અમદાવાદ ડિવિજનનાં ડીઆરએમ દીપક કુમારઝાએ આ સુવિધાનું શુભારંભ કરતાં જણાવ્યું કે આ સુવિધાનો પ્રારંભ કરનાર અમદાવાદ ડિવિજન એ પહેલું ડિવિજન છે જેનાથી રેલવેને પ્રતિ વર્ષ 4.5 લાખ રૂપિયાની વધારાની આવક પ્રાપ્ત થશે અને રેલવે સ્ટેશન ઉપર કાર્યરત કુલીઓને પણ વધારાની આવક મળશે.
આ સુવિધા “ડોર ટૂ ડોર” ઉપલબ્ધ રહેશે જે માટે બુકિંગ મોબાઇલ એપ તથા વેબસાઇટનાં માધ્યમથી થઈ શકશે. આ સુવિધા થકી મુસાફરો તેમના ઘરેથી ઓનલાઈન બુકીંગ કરીને તેમના ગંતવ્ય સ્ટેશન સુધી નિર્ધારિત સરનામાં પર લગેજ પહોંચાડી શકશે અને લગેજની ઓનલાઇન ટ્રેકિંગ પણ થઈ શકશે. આ ઉપરાંત, સામાન્ય પેમેન્ટ બેસિસ પર બેગેજ સેનિટાઇઝિંગ તથા રેપિંગની સુવિધા ઉપલબ્ધ થશે.
