Skip to main content
Settings Settings for Dark

ગૃહ મંત્રાલયે કોવિડ-19 મહામારીનું નિરીક્ષણ, નિયંત્રણ અને સાવધાની વિષે દિશાનિર્દેશ કર્યા જાહેર

Live TV

X
  • ગૃહ મંત્રાલયે કોવિડ-19 મહામારીનું નિરીક્ષણ, નિયંત્રણ અને સાવધાની વિષે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આ ગાઈડલાઈન 1 થી 28 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. આ દિશાનિર્દેશમાં જણાવાયું છે કે જરૂર ઉભી થતા જીલ્લા અધિકારી આરોગ્ય મંત્રાલયનાં દિશાનિર્દેશ પર વિચાર કરીને નાના સ્તરે સાવધાનીપૂર્વક કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવી શકશે. સામાજિક, ખેલ, મનોરંજન, શિક્ષણ, સંસ્કૃતિક અને ધાર્મિક સભાઓને વધુમાં વધુ 50 ટકા ક્ષમતા સાથે અગાઉ અનુમતિ આપવામાં આવી છે. નિર્દેશ અનુસાર હવે સંબંધિત રાજ્ય અને કેન્દ્ર્શાષિત પ્રદેશોની માનક સંચાલન પ્રક્રિયા અનુસાર આ પ્રકારનાં આયોજનોમાં લોકોની સંખ્યા નિર્ધારિત કરી શકાશે.

    સિનેમા હોલ અને થીએટરમાં 50 ટકા બેઠક ક્ષમતાની અનુમતિ પહેલા જ આપવામાં આવી હતી. હવે તેમને વધુ બેઠક ક્ષમતા સાથે સંચાલનની અનુમતિ હશે પરંતુ તેના માટે ગૃહ મંત્રાલયનાં પરામર્શથી સુચના અને પ્રસારણ મંત્રાલય સંશોધિત માનક સંચાલન પ્રક્રિયા બહાર પાડશે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે હવે સ્વીમીંગ પુલમાં બધાને જવાની પરવાનગી અપાશે. આ માટે ગૃહ મંત્રાલયનાં પરામર્શથી યુવા કાર્ય અને રમતગમત મંત્રાલય સંશોધિત દિશાનિર્દેશ બહાર પાડશે. તો આંતરરાષ્ટ્રીય ઉડાન વધારવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને ગૃહ મંત્રાલય સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાની અનુમતિ આપવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply