દેશમાં વધુ ત્રણ રાફેલ યુદ્ધ વિમાનો ફ્રાંસથી ગઈકાલે ભારત પહોંચ્યા
Live TV
-
દેશમાં વધુ ત્રણ રાફેલ યુદ્ધ વિમાનો ફ્રાંસથી ગઈકાલે રાત્રે આવી પહોંચ્યા છે. ભારતીય હવાઈ દળનાં જણાવ્યા અનુસાર રાફેલ વિમાનોની આ ત્રીજી બેંચ છે, જે ગઈકાલે આવી પહોંચી છે. વિમાનોએ ફ્રાન્સથી ઉડાન દરમ્યાન ઈંધણ ભરવાની સાથે જ સાત હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. અંબાલા સ્થિત રાફેલ સ્કવાડનમાં નવા જેટ વિમાનોનાં સમાવેશથી ભારતીય હવાઈદળની શક્તિમાં વધારો થશે. ભારતે સપ્ટેમ્બર 2016માં ફ્રાંસ સાથે 36 રાફેલ યુદ્ધ વિમાનો માટે 59 હજાર કરોડ રૂપિયાનો વેપારી કરાર કર્યો હતો. વધુ ત્રણ વિમાનોનાં આગમનથી ભારતીય હવાઈ દળ પાસે રાફેલ વિમાનોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.
