અમિત શાહે સંભાળ્યો કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા મંત્રી મંડળના મંત્રીઓને વિભાગોની ફાળવણી બાદ આજે શનિવારના રોજ અમિત શાહે ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળતા પહેલા અમિત શાહે, તેમના પૂર્વોગામી ગૃહમંત્રી રાજનાથ સિંહના ઘરે જઈ તેમની મુલાકાત લીધી હતી.
નવનિયુક્ત ગૃહમંત્રી સામે આતંકવાદ, માઓવાદ અને અલગાવવાદ જેવા મોટા પડકાર છે. ઉલ્લેખનીય છે કે આ તમામ પડકારો વચ્ચે ,ગૃહમંત્રી માટે સૌ પ્રથમ પડકાર, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે અનુકુળ વાતવરણ પુરુ પાડવું કારણ કે રાજકિય અસ્થિરતાના કારણે જમ્મુ -કાશ્મીરમાં ગત ડિસેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.
