17મી લોકસભાનું પ્રથમ સત્ર 17મી જૂનથી થશે શરૂ, 19જૂને સ્પીકરની થશે ચૂંટણી
Live TV
-
શપથગ્રહણ અને મંત્રીમંડળની ફાળવણી બાદ મોદી સરકારે 17મી લોકસભાના પહેલા સંસદીય સત્રની જાહેરાત કરી દીધી છે.
સંસદનું પહેલું સત્ર 17 જૂનથી શરૂ થશે, જે 26 જુલાઈ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે, જેના બાદ 20 જૂનથી બજેટ સત્રની શરૂઆત થશે અને 5 જુલાઈએ બજેટ રજૂ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બજેટ સત્રને લઈને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 20 જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે, જેના બાદ આર્થિક સર્વે 4 જુલાઈએ જારી કરશે.
16મી લોકસભામાં સુમિત્રા મહાજન સ્પીકર હતા, પરંતુ આ વખતે તેઓ લોકસભા ચૂંટણી લડ્યા નથી. શપથગ્રહણ બાદ મોદી સરકારના મંત્રીમંડળની ફાળવણી કરાઈ અને તેના બાદ પહેલી કેબિનેટની બેઠક પણ કરવામાં આવી હતી.
