સોનિયા ગાંધીની કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ફરીથી કરાઈ પસંદગી
Live TV
-
સંસદના સેન્ટ્રલ હોલ ખાતે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધીને ફરી એક વખત સંસદીય જૂથના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં છે.
બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફરી એક વખત પસંદગી થવા માટે સોનિયા ગાંધીએ પક્ષના નેતા અને મત આપનાર મતદારો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે લોકસભામાં વિરોધ પક્ષ પાસે, ઓછામાં ઓછા 55 સાંસદ હોવા જોઈએ પણ કોંગ્રેસ પાસે માત્ર 52 એમપી છે. જો કે 2014માં 44 એમપી જ સંસદ સુધી પહોચ્યાં હતા.
