અમૂલ ગુ.કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન 72 હજાર કરોડના ટર્નઓવર સાથે ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ બની
Live TV
-
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) 72 હજાર કરોડનું ટર્નઓવર હાંસલ કરીને ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે. અમૂલને હાલમાં દુનિયામાં 8મા નંબરની સૌથી મોટી ડેરી સંસ્થા ગણવામાં આવે છે તેણે વર્ષ 2022-23માં તેના ગ્રુપ ટર્નઓવરમાં વધુ 11 હજાર કરોડનો ઉમેરો કર્યો છે.
GCMMF ની 49મી વાર્ષિક સામાન્ય સભા બાદ ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું કે, વર્ષ 2022-23માં સંસ્થાએ 18.5 ટકાની વૃધ્ધિ હાંસલ કરી છે. છેલ્લા 50 વર્ષમાં અમૂલ ડેરી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવાના સિદ્ધાંત પર સાચા રહેવામાં સફળ રહ્યા છીએ. ડેરી ક્ષેત્રના અમૂલ મોડલે ખેડૂતોના આર્થિક અને સામાજીક વિકાસ સફળ અને આત્મનિર્ભર તેમજ અર્થક્ષમ આપીને ભારતને દુનિયામાં ગૌરવ અપાવ્યું છે.
